Ticker

6/recent/ticker-posts

PAN Aadhaar Linking Check: પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે કે નહિ તે જુઓ

 PAN Aadhaar Linking Check:

આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે 

સુવિધા નું નામ  pan aadhar linking chek
વિભાગ income tax department 
આધાર પાન લિંક છેલ્લી તારીખ31 માર્ચ 2023
આધાર પાન લિંક ફીરૂપિયા 1.000/-
આવકવેરા પોર્ટલincometax.gov.

PAN Aadhaar Linking Check: પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક છે કે નહિ તે જુઓ


પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે 

આધાર અને પાન કાર્ડ લીંક

આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે. જેની માહિતી નીચે મુજબ છે 

સ્ટેપ્સ 1: સૌપ્રથમ ગુગલમાં જાઓ અને ત્યાં Income Tax Department ની વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ્સ 2: હવે Home Page પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.

પગલું 3: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.

Steps 4: જો તમારું પાનકાર્ડ લિંક હશે તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.

પગલું 5: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.

30 જૂન 2022 બાદ લાગે છે 1000 રૂપિયા ફી

આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.

પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ 

Pan aadhar linking chekઅહી ક્લિક કરો 
હોમપેજઅહીં ક્લિક કરો 






Post a Comment

0 Comments